logo
Contact : 0265-2461703
 
Email : vadodeo@gmail.com
1 2 3 4 5
1 2 3 4 5
shedow
bullet શાળા વિકાસ સંકુલ
 
bullet મુખ્ય પાનુ
 
bullet તાજેતરમા
img ડૉ.વિક્રમ સારાભાઈ
img દયારામ
img પ્રેમાનંદ
img ડૉ.આંબેડકર
img મહર્ષિશ્રી અરવિંદ
img ૉ.સી.વી.રામન
img ડૉ.મધુભાઈ બુચ
img સર સયાજીરાવ ગાયકવાડ
 
bullet તમારું IP એડ્રેસ
 
bullet કાઉન્ટર હિટ
 
g-knoladge-society
 
 
   
પરિવર્તનનો પર્યાય એટલે શિક્ષક-ભૂમિકા અને પ્રસ્તુતા........

આધૂનિક ટેક્નોલોજીના કારણે વર્તમાન શિક્ષણમાં આમૂલ પરીવર્તન આવેલ છે પ્રાથમિક કે માધ્યમિક શાળા માં આજ ના આ કમ્પ્યુટર યુગ ના કારણે ગામડાની શાળા ન રહેતા વિશ્ર્વ વિદ્યાલય નો દરજ્જો પ્રાપ્ત કરેલ છે. એવી જ રીતે ટેક્નોલોજીના ભાગ રૂપે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીની શિક્ષણક્ષેત્રની એક વેબસાઇટ Radix Infosoft વડોદરા ના સહયોગથી દરેક શાળાની માહિતી વેબ પેઇઝ દ્વારા તૈયાર કરી શાળાની માહિતી ઇ-શાળા સ્વરૂપે તૈયાર થઇ રહેલ છે તે આનંદની વાત છે.
 
આ માટે દરેક શાળાના સંચાલકો, આચાર્યો અને શિક્ષકોએ આજ ના કમ્પ્યુટર યુગમા કદમ થી કદમ મિલાવી, એકમેકને સહયોગ આપી ટેક્નોલોજી નો ઉપયોગ કરી કાર્યને ઝડપથી અને સમયનો વ્યય થતો અટ્કાવી શકાય, મને ખાત્રી છે કે આપ સૌના સહકાર અને Radix Infosoft ના નવતર પ્રયાસ અને પરિવર્તનથી આધુનિક શિક્ષણનુ આપણુ ધ્યેય સિધ્ધ કરી શકીશુ.

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીની વેબસાઇટ ને ખુલ્લી મુકતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવુ છુ અને આપ સૌ ને અભિનંદન પાઠવુ છુ. માનવ સમાજને જો સૌથી મૂલ્યવાન અને નિષ્ઠાવાન બનાવવુ હોય તો જરૂરી છે શિક્ષણ માં આમૂલ પરીવર્તન. શિક્ષણ એ એક એવુ સાધન છે જે સમાજને પરિવર્તન તરફ લઇ જાય છે. શિક્ષણ ‘સ્વને’ ઓળખતાં અને ‘પરને’ પારખતાં શિખવે છે. જો મનુષ્યજાત માટે શિક્ષણના આધારસ્તંભરૂપ શિક્ષકોની ભૂમિકા આવશ્યક જ નહિં પરંતુ અનિવાર્ય બની રહે છે.

ભારતના પ્રાચીનગ્રંથોથી માંડી ને આજ સુધીના ધર્મ પુસ્તકોમાં દ્રષ્ટિપાત કરીએ તો શિક્ષકોનું સ્થાન ખુબ ઉંચુ આંકવામાં આવ્યુ છે. ‘માતૃદેવો ભવ‘, ‘પિતૃદેવો ભવ’, ‘ગુરૂદેવો ભવ’ ના શ્લોક ઉચ્ચારણો આજે પણ આપણા ધ્વનિપટલ પર અથડાય છે. વિદ્યાર્થી અને વાલી માટે શિક્ષક સર્વસ્વ હોય છે. વાલી અનેક આશાઓ અને અપેક્ષાઓ સાથે પોતાના બાળકને ગુરૂના ચરણકમળમાં શ્રધ્ધા અને વિશ્વાસના અમૂલ્ય ભાવથી ભેટ મૂકે છે. વાલી પોતાની આંગળી છોડાવી ગુરૂની આંગળી પકડાવે છે, હ્યદયના આર્વિભાવથી ગુરૂને વંદન કરે છે. આમ ભારતનો ભવ્ય ભાવી યુવાવારસો ગુરૂના ચરણે સોંપે છે. સમગ્ર સમાજ કંઇ કેટલાય અરમાનોના પર્વતો સાથે પોતાનુ સર્વસ્વ અર્પણ કરવા તત્પર બને છે. ત્યારે આ ધર્મકાર્ય માટે શિક્ષકે પૂર્ણરૂપે કટીબધ્ધ બનવુ પડશે.
 
ધન્યવાદ
જિલ્લાશિક્ષણાધિકારી
વડોદરા
 
 
img શાળાઓ ની માહિતી
img સ્ટાફની માહિતી
img સાધનસામગ્રી
img કામગીરીઓ
img પરિપત્રો
img ડાઉનલોડ
 
bullet Photo Gallery
 
અગત્યની લિંક
img v-shadow